બ્રિટનમાં હિન્દુફોબિયા માટે બિલકુલ સ્થાન નથી: કેર સ્ટાર્મર

બ્રિટનમાં હિન્દુફોબિયા માટે બિલકુલ સ્થાન નથી: કેર સ્ટાર્મર

બ્રિટનમાં હિન્દુફોબિયા માટે બિલકુલ સ્થાન નથી: કેર સ્ટાર્મર

Blog Article

‘’જય સ્વામિનારાયણ. આજે તમારી સમક્ષ કિંગ્સબરી ટેમ્પલ ખાતે પાછા આવવું એ એક વાસ્તવિક લહાવો છે. મને 2021ની મારી મુલાકાત યાદ છે. હું લેબર લીડર બન્યો તે પછી આ પહેલું મંદિર હતું જેની મેં મુલાકાત લીધી હતી. તે વખતે કોવિડ રોગચાળો ટોચ પર હતો અને તમે સૌ સમુદાયમાં જે કામ કરી રહ્યા હતા તેનાથી હું અશ્ચર્યચકિત થઇ ગયો હતો. આપણા દેશ માટે અંધકારમય સમયમાં તમે પ્રકાશની કિરણ બન્યા   હતા. લોકોને જીવનરક્ષક રસીઓ આપતા વેક્સીનેશન સેન્ટર તરીકે સેવા આપનાર યુ.કે.માં સૌ પ્રથમ મંદિર બન્યું હતું. તે મુશ્કેલ દિવસોમાંથી આપણને સૌને બહાર લાવવામાં તમે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જે માટે હું આભાર માનુ છું. તે માત્ર રસીકરણ ન હતું તે સમુદાય માટેનું અનન્ય કાર્ય હતુ જે આજે પણ ચાલુ છે. તેની બહું જાહેરાત થઇ ન હતી પરંતુ તે હંમેશા સંપૂર્ણપણે જીવન બદલતું કાર્ય હતું.’’

સર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘બેઘર પરિવારોને ગરમ ખોરાક તો NHSને મદદ કરવા માટે બ્લડ બેંકો અને પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી મંદિરનું મકાન કિંગ્સબરી મંદિરને સમુદાયમાં સંભાળ અને કરુણાની દીવાદાંડી બનાવે છે. લોકોની પૃષ્ઠભૂમિ કે ધર્મ ગમે તે હોય પણ તેમની સાથે ગૌરવપૂર્ણ વાત થાય છે. તે તમારા ધર્મનું પ્રતિબિંબ છે. પ. પૂ. આચાર્ય સ્વામીશ્રી મહારાજ પાસેથી પ્રેરણા લઈને ‘સમાજને પોતાની જાત સમક્ષ’ મૂકવાની તમારી તૈયારી, તમારૂ સ્વાગત, દાન, સેવા અથવા તમે કહો છો તે ‘સેવા’ની પરંપરા માટે આપણે આ દેશમાં ખરેખર ગર્વ કરી શકીએ છીએ. જેને પ્રોત્સાહિત કરી ટેકો આપવો જોઈએ.’

સર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘લેબર સરકાર તમારી સાથે કામ કરશે. બ્રેન્ટ કાઉન્સિલ તમારા કામને ટેકો આપવા અને તમારા સમુદાયની પાછળ ઊભા રહેવા માટે મક્કમ છે. હું એ પણ જાણું છું કે આ સરળ સમય નથી રહ્યો. મેં દેશભરના હિંદુ સમુદાયો સાથે વાત કરી છે અને મેં ભેદભાવ, ધાર્મિક નફરતમાં વધારો વિશે પણ સાંભળ્યું છે. મને સ્પષ્ટ થવા દો. બ્રિટનમાં હિન્દુફોબિયા માટે બિલકુલ સ્થાન નથી. આપણને વિભાજિત કરવાના, નફરત ફેલાવવાના, લોકોને રાક્ષસ બનાવવાના કોઈપણ પ્રયાસો ક્યારેય સહન કરવામાં આવશે નહીં. લેબર પાર્ટી હંમેશા એવા બ્રિટનના નિર્માણ માટે પ્રતિબદ્ધ રહેશે જ્યાં તમામ ધર્મ સમુદાયો સુરક્ષિત હોય – જ્યાં લોકોનું સન્માન કરવામાં આવે, જ્યાં વિવિધતા ઉજવવામાં આવે. હું જાણું છું કે આપણે આપણા પોતાના પક્ષમાં પણ તે વિવિધતાને પ્રોત્સાહિત કરવાની અને સમર્થન આપવાની જરૂર છે. અમે જે લોકોની સેવા કરીએ છીએ તેના ચહેરાને રાજકારણમાં પ્રતિબિંબિત કરવાની જરૂર છે. મને ખૂબ ગર્વ છે કે આવતા અઠવાડિયે ચૂંટણી માટે વિક્રમી સંખ્યામાં હિંદુ ઉમેદવારો ઉભા રહ્યા છે. પ્રિમેશ પટેલ હેરો ઈસ્ટમાં ચૂંટાશે તો તેઓ લંડનમાં પ્રથમ ગુજરાતી સાંસદ હશે. અને હું જાણું છું કે ત્યાં હંમેશા વધુ કરવાનું છે. પરંતુ જો આ ઉમેદવારો ચૂંટાય છે, તો તેઓ હિંદુ સમુદાયની પાછળ સમગ્ર લેબર પાર્ટી સાથે ઊભા રહેશે, તમારી ચિંતાઓનું પ્રતિનિધિત્વ કરશે, તમારો અવાજ સાંભળશે, તમારી સાથે કામ કરશે, અહીં ઘરના તેમજ વૈશ્વિક મંચ પરના મુદ્દાઓ પર. અમે ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારી બનાવી રહ્યા છીએ. આ દેશમાં દરેક વ્યક્તિ પાસે તે તકો છે જે લોકો લાયક છે તેમને સફળ થવા માટે જરૂરી સમર્થન છે.’’

શ્રી સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’ધાર્મિક સમુદાયો ઘણી વાર દેશનું ધબકતું હૃદય હોય છે. એક બાબત ખૂબ મહત્વની છે કે રાજકારણીઓ તમારી સાથે કામ કરવાનું ચાલુ રાખે અને તમારી પાસેથી શીખે. 1950 અને 1960ના દાયકામાં ઘણા બધા હિંદુઓ બ્રિટનના પુનઃનિર્માણમાં મદદ કરવા આવ્યા હતા અને યુદ્ધ વખતે તેઓ ખૂબ બહાદુરીથી લડ્યા હતા. 1970ના દાયકામાં, હિંદુઓની બીજી લહેર બ્રિટનમાં આવી હતી. જેણે આપણા સમાજને સંસ્કૃતિ, સમર્પણ અને સાહસથી સમૃદ્ધ કરવાનું ચાલુ રાખ્યું. તમારા માતાપિતા અને દાદા દાદી કદાચ. બ્રિટન સખત મહેનત અને બલિદાનના હિંદુ આદર્શો વધુ સારા જીવનની ચાવી છે.’’

સર સ્ટાર્મરકે કહ્યું હતું કે ‘મારા માતા-પિતા પણ એવું માનતા હતા. ભલે સમય તેમના માટે મુશ્કેલ હતો – અમારી પાસે વધુ ઉછર્યા નહોતા. તેમણે પોતાના બાળકોને તે લેબર સરકાર દ્વારા લાગુ કરાયેલ મફત શાળાઓમાં મોકલ્યા હતા. જેની સામે તેમણે સફળ બિઝનેસીસ બનાવ્યા. બ્રિટનમાં વંશીય સમાનતા માટેના પ્રથમ કાયદા ઉપરાંત લેબર સરકાર દ્વારા લાવવામાં આવ્યા હતા. તેમણે મજબૂત સમુદાયોની રચના કરી હતી.

સખત મહેનત કરનાર સમુદાયો બ્રિટિશ જીવનના ફેબ્રિકનો ભાગ બની ગયા છે અને આ દેશને ઘણું બધું પાછું આપ્યું છે. આપણે તેના માટે હંમેશા આભારી રહેવું જોઈએ. અને હવે આપણે હિંદુઓનું એક નવું જૂથ જોઈ રહ્યા છીએ: સ્વદેશી, બ્રિટિશ, સમૃદ્ધ, ઘણીવાર હાઇલી સ્કીલ્ડ. તેમાંના કેટલાક માન્ચેસ્ટર યુનાઇટેડને પણ સમર્થન આપે છે – પરંતુ અમે તેના માટે તેમને માફ કરીશું. પણ તમે તમારા મૂળને ભૂલ્યા નથી. તેના બદલે, હિંદુ મૂલ્યોથી મજબૂત બનીને, તમે માત્ર આપણા અર્થતંત્રમાં મોટા પાયે યોગદાન આપી રહ્યાં નથી, તમે નવીનતા અને કુશળતા લાવી રહ્યાં છો જે અમને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક રાખે છે. અહીં જન્મેલા અને ઉછરેલા, બ્રિટિશ હિંદુઓની નવી પેઢી, મારી સામે આ બાળકોની જેમ, વિશ્વની શ્રેષ્ઠતાને મૂર્ત બનાવે છે.’’

સર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’જો આવતા અઠવાડિયે અમારી સરકાર ચૂંટાઈ આવશે તો અમે તમારી મહત્વાકાંક્ષાને સમર્થન આપીશું અને યોગદાનની ઉજવણી કરીશું. તમારી અને જરૂરિયાતમંદ વિશ્વની સેવા કરવા માટે સેવાની ભાવનાથી શાસન કરવાનો પ્રયત્ન કરીશું. અહીં જન્મેલા અને ઉછરેલા, બ્રિટિશ હિંદુઓની નવી પેઢી, મારી સામે આ બાળકોની જેમ, વિશ્વની શ્રેષ્ઠતાને મૂર્ત બનાવે છે. જો અમે આવતા અઠવાડિયે ચૂંટાઈશ તો, અમે તમારી મહત્વાકાંક્ષાને સમર્થન આપીશું, તમારી આકાંક્ષા સાથે મેળ કરીશું અને તમારા યોગદાનની ઉજવણી કરીશું. તો તમારી અને જરૂરિયાતમંદ વિશ્વની સેવા કરવા માટે સેવાની ભાવનાથી શાસન કરવાનો પ્રયત્ન કરીશું.

સર કેર જણાવ્યું હતું કે ‘’વેઇટીંગ લીસ્ટ કાપવા અને લોકોને જરૂરી સારવાર મળે તેની ખાતરી કરવા દર અઠવાડિયે 40,000 NHS એપોઇન્ટમેન્ટ  ઉમેરવામાં આવશે. આપણી  શેરીઓને સુરક્ષિત રાખવા માટે સમુદાયોમાં 13,000 વધુ પોલીસ મૂકવામાં આવશે. એનર્જીના ભાવ ઘટાડવા, પર્યાવરણ માટે બનતું કામ કરી કરવા, સારા વેતનવાળી નોકરીઓ ઉભી કરાશે.’’

સર કેર જણાવ્યું હતું કે ‘’અમે તમારા માટે એ સુનિશ્ચિત કરવા પ્રયત્ન કરીશું કે અમે જે પણ કરીએ છીએ તેમાં આ દેશના દરેક વ્યક્તિ માટે કરુણા, ગૌરવ અને આકાંક્ષાના અમારા સહિયારા મૂલ્યો છે. સાથે મળીને, અમે બધા માટે વધુ સારા, ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીશું.’’

Report this page